રાની મુખર્જી
From વિકિપીડિયા
રાની મુખર્જી (જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૮), એક ભારતીય અભિનેત્રી છે. તે બૉલીવૂડ ફિલ્મો માં કામ કરે છે.
રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે.
તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત(૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા હૈ રાની માટે ઘણી સારી સાબિત થઇ. તેના કુછ કુછ હોતા હૈ ના અભિનય માટે તેને "ઉપભુમિકા માં શ્રેષ્ઠ અભિનેત્રી" નો ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો.
કેટલીક ઠીક-ઠીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને ફરી ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. આ વખતે "વિવેચકની પસંદી શ્રેષ્ઠ અભિનેત્રી" તરીકે ૨૦૦ર ની ફિલ્મ સાથીયા માટે. છેલ્લે રાનીને તેની ૨૦૦૪ની ફિલ્મ હમ તુમ માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.
અા સિવાય રાનીએ ચલતે ચલતે (૨૦૦૩) અને ૨૦૦૪ ના પાછલા ભાગમાં અાવેલ બ્લૉક-બસ્ટર, વીર-ઝારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ બ્લૅક છે, તેમાં રાનીએ એક બહેરી-અંધ છોકરી ની ભુમિકા અદા કરી છે જેને ઘણા વિવેચકોએ તથા શ્રોતાઓએ વખાણી છે.
રાની મુખર્જી શાહરૂખ ખાન સાથે દુનિયાભર માં ફરેલ સ્ટેજ-શો પ્રવાસ, ટેમ્પટેશન્સ ૨૦૦૪ નો ભાગ હતી.
[edit] Filmografia
Year | Film | Role | Other notes |
---|---|---|---|
2008 | ધ મહાભારત | દ્રોપદી | Announced |
2008 | બાજીરાવ મસ્તાની | કાશીબાઇ | Shelved |
2007 | સાંવરિયા | Pre-production | |
2007 | તારા રમ પમ | Filming | |
2006 | બાબુલ | મિલી | |
2006 | કભી અલવિદા ના કહેના | માયા તલવાર | |
2005 | ધ રાયસિંગ | હીરા | |
2005 | પહેલી | લછ્છી | |
2005 | બંટી ઓર બબલી | વિમ્મી (બબલી) | Nominated, Filmfare Best Actress Award |
2005 | બ્લેક | મિસેલ મેકનાલી | Winner, Filmfare Best Actress Award & Winner, Filmfare Critics Award for Best Performance |
2004 | વીર-ઝારા | સામિયા સિદ્દકી | Nominated, Filmfare Best Supporting Actress Award |
2004 | હમ તુમ | રેહા પ્રકાશ | Winner, Filmfare Best Actress Award |
2004 | યુવા | શશી બિશ્વાસ | Winner, Filmfare Best Supporting Actress Award |
2003 | એલ ઓ સી કારગીલ | હેમા | |
2003 | કલ હો ના હો | special appearance (song) | |
2003 | ચોરી ચોરી | ખુશી | |
2003 | કલકત્તા મેલ | બુલબુલ | |
2003 | ચલતે ચલતે | પ્રિયા ચોપરા | Nominated, Filmfare Best Actress Award |
2002 | સાથીયા | ડો. સુહાની શર્મા | Winner, Filmfare Critics Award for Best Performance & Nominated, Filmfare Best Actress Award |
2002 | મુજસે દોસ્તી કરોગે! | પૂજા સહાની | |
2002 | ચલો ઇશ્ક લડાયે | સપના | |
2002 | પ્યાર દિવાના હોતા હૈ | પાયલ ખુરાના | |
2001 | કભી ખુશી કભી ગમ | નૈના | cameo |
2001 | નાયક | મંજરી | |
2001 | બસ ઇતના સા ખ્વાબ હૈ | પૂજા શ્રીવાસ્તવ | |
2001 | ચોરી ચોરી ચુપકે ચુપકે | પ્રિયા મલ્હોત્રા | |
2000 | કહીં પ્યાર ના હો જાયે | પ્રિયા શર્મા | |
2000 | હર દિલ જો પ્યાર કરેગા | પૂજા ઓબેરોય | Nominated, Filmfare Best Supporting Actress Award |
2000 | બિચ્છુ | કીરણ બાલી | |
2000 | હદ કર દી આપને | અંજલી ખન્ના | |
2000 | હે ! રામ | અપર્ણા રામ | |
2000 | બાદલ | સૉની | |
1999 | હેલૉ બ્રધર | રાની | |
1999 | મન | special appearance (song) | |
1998 | મહેંદી | ||
1998 | કુછ કુછ હૉતા હૈ | ટીના મલ્હૉત્રા | Winner, Filmfare Best Supporting Actress Award |
1998 | ગુલામ | આલિશા | |
1996 | રાજા કી આયેગી બારાત | માલા |
Categories: Stub | વ્યક્તિત્વ | કલા