શ્રીનિવાસ રામાનુજન
From વિકિપીડિયા
શ્રીનિવાસ આયંગર રામાનુજન (૨૨ ડિસેમ્બર,૧૮૮૭–૨૬ એપ્રિલ,૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ થઇ ગયા. નાનપણથીજ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સીટી ગયા નહોતા.
રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગૉડફ્રે હાર્ડિનો મોટો હાથ હતો.